Divide And Rule in India – ભારત (India) દેશ એક સમૃઘ્ઘ સંસ્કૃતી સભર દેશ, વિવિધતા સભર દેશનું ગર્વ લેતો રહ્યો છે. પરંતુ હવે એ જ સમૃધ્ધી અને વિવિધતાનો લાભ લઈ રાજકિય કાવા દાવા કરી સત્તા ટકાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે.
પ્રજાને જાતિ, ભાષા, પોશાક, ધર્મ અને હવે ખોરાક સુધી લડાવી દેવામાં આવે છે. આવું કોઈ એક પક્ષ કરે છે તેવું પણ માની લેવું જોઈએ નહીં. લગભગ દરેક પક્ષ આ પ્રકારનું રાજકારણ કરી રહ્યાં છે.
Divide and rule Policy in Gujarati – ભાગલા પાડો રાજ કરોની નીતી અને રાજકારણ
- ધર્મ, જાતિ અને ખોરાક સુધી ભારતને વહેંચી દેવાયું,અંગ્રેજી હકૂમતમાં પણ આવું જ હતું.
- ધર્મ અને જાતિની આડમાં છૂપાવાની કળા ધરાવતા કળાકારો સત્તામાં છે.
- હવે આ પક્ષો પણ કળાકારો પેદા કરવાની પેરવી કરવા લાગ્યા છે.
કંગના રનૌતનું આઝાદી (Azadi) ભીખમાં મળી તેવું નિવેદન હોય કે નવી-નવી શરૂ થયેલી ઈંડા અને નોનવેજ છુપાવો મુવમેન્ટ હોય બધું જ પ્રજાને છેતરવાનું કાવતરાનો ભાગ છે. નફરતનું રાજકારણ હોય કે પ્રજાને શક્ય એટલી પ્રકારના વાડામાં વહેંચી દઈ સત્તા મેળવવાની પરીક્ષા તેમાં સત્તા પક્ષ અવ્વલ નંબર પ્રાપ્ત કરે છે. કારણ કે આ બધી બાબત આયોજનબધ્ધ રીતે પાર પાડવામાં તેઓ નિપૂણ છે.
ચૂંટણીઓ જીતવાની હોય કે સરકારની કોઈ મોટી નામોશી ભરી કાર્યવાહી છુપાવવાની હોય ત્યારે ધર્મ કે જાતિની આડમાં છુપાઈ જવું એ પણ એક કળા છે. એવા કળાકારો હવે ધીરે-ધીરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પેદા કરશે તેમાં કોઈ બે મત નથી. અને આ સ્વાભાવિક વાત પણ છે.

કારણ કે ભારતના નાગરિકો જ પોતાના સંતાનોના ભવિષ્ય આડંબરોના હાથમાં સોંપવા તત્યપર છે. લોકો પોતાની તકલિફો, સુવિધા કે પ્રગતીને છોડી વાહિયાત પ્રશ્નો પાછળ પાગલ છે. અને સત્તાપક્ષની ઝળહળતી જીત તેનો જીવતો જાગતો પુરાવો છે તે કહેવામાં જરા પણ અત્તિશ્યોક્તિ નથી.
ભારતમાં રોજ કરોડો લોકો ભુખ્યા સુવે છે, કથળેલી શિક્ષણ વ્યવસ્થા, શોષણ પુર્ણ રોજગારીની મજબૂરી, મોંઘવારી, અત્યાચાર, બળાત્કાર અને બાળમજૂરી જાણે કોઠે પડી ગઈ છે તેવું પણ નથી. પરંતુ તેમને ધર્મ અને જાતિના નામે ગુમરાહ કરી આ મુદ્દાઓ સહન કરી લેવા બળ પુરુ પાડવામાં આવે છે.
ગુજરાતની જ વાત કરો તો ત્યાં આજે પણ સમાજના નામે કે જાતિના નામે નેતા બનાવી દેવામાં આવે છે. આ નેતા કેવો છે, શું કરે છે તેનાથી જરા પણ તેના સમાજને મતલબ નથી. બસ મતલબ છે કે તે આપણી જાતિ, ધર્મ સમાજ કે સંપ્રદાયનો છે. જેના કારણે દેશની પ્રજા હજારો પ્રકારના વાડામાં વહેંચાયેલી છે.
આવુ જ અંગ્રેજી હુકુમતના સમયમા હતું અને એ તકનો લાભ લઈને જ ભારતને ગુલામ બનાવાયું હતુ. માટે આ કોઈ નવી સ્થિતી નથી, જો ભારત સમયસર નહીં સમજે તો ફરી આડકતરી ગુલામી જ પરિણામમાં મળે એ વાત પણ સ્વાભાવિક છે.
માટે ભારતના પતન કરવાનો ઠેકો ભારતના મતદારો પોતે જ લઈને બેઠા છે, કારણ કે તેમને પોતે જ એવા પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યો છે જે તેમનું શોષણ કરે, ગુમરાહ કરે, હલકી ગુણવત્તાનું રાજકારણ કરે અને તેમને નવી નવી ધોંચમાં ઘાલતો રહે.
Published article at Satya Manthan Gujarati news on Date 15/11/2021